જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબહેન પટેલ, સાંસદશ્રી જશુભાઈ રાઠવા,ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને શ્રી અભેસિંહ તડવીની ઉપસ્થિતમાં આરોગ્ય, શિક્ષણ, મનરેગા, ખાણ ખનીજ,આગણવાડી, આયોજન કાર્યો, પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના, ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત,ખેડુત નોધણી ,પાણી વ્યવસ્થા વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી. સંકલન સમિતિની બેઠક સાથે પુરવઠા સલાહકાર સમિતિ, લો એન્ડ ઓર્ડર, રોડ સેફટી, ભારજ રેલવે બ્રિજ અને ડાયવર્ઝન સમીક્ષા અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા