રાજુલા શહેરમાં શાળા નંબર-૪ ખાતે બાળકો માટે સમરયોગ કેમ્પનું આયોજન કરાયું.
ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨૦૦ જગ્યાએ સમર ર્કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજુલા શહેરમાં શાળા નંબર-૪ ખાતે જિલ્લા કો.નિકિતાબેનના સાહિયોગથી સમર કેમ્પ યોજાયો હતો. જેમાં રાજુલા યોગકોચ ભૂમિબેન મજુકોડિયા(સંચાલક) તથા સહસંચાલક ઊર્મિલાબેન રવૈયા અને ભરતભાઈ પરમારના સહયોગથી આયોજન કરવામા આવેલ. આ સમરયોગ કેમ્પની અંદર બાળકોને યોગની સાથે સાથે સંસ્કાર શિબિર ભગવત ગીતાના શ્લોકનું પઠન કરાવ્યું હતું. આ સમરયોગ કેમ્પના છેલ્લે દિવસે બાળકોને દાતાઓ તરફથી મળેલ ભેટ આપવામાં આવી હતી. જેમાં યોગ મેટ , પેડ, બોટલ ભેટ તરીકે બાળકોને યોગ પ્રત્યે પ્રેણના મળે તે માટે આપવામાં આવી હતી. તેમજ યોગબોર્ડ તરફથી ટોપી,યોગબૂક,યોગ ચિત્ર પોથી આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાગરભાઈ સરવૈયાના સહયોગથી બાળકોને ઈનામોથી સહયોગી દાતા બન્યા હતા. આ કાર્યક્રમમાં સહજાનંદ હોસ્પિટલના ડો. કાનજી બલદાણીયા, જીગ્રેશભાઇ ઉપાધ્યાય, દિલીપભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. રાજુલામાં સમરયોગ કેમ્પનું સુંદર આયોજન કરવામા આવ્યું હતું