A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

હજીરા રોડ ભાઠા ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ

અનિલ ઉર્ફે અન્યા નાં અડ્ડા ઉપર રેડ થઈ

સુરત શહેરમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી અને ભાઈને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે પણ એમના સુરત શહેરમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. આ અડ્ડાઓ પોલીસ બંધ કરતી નથી જ્યારે હજીરા રોડના ભાઠા ગામે એવા જ એક અડ્ડા પર લોકોએ રેડ પાડી હતી. બુટલેગર સહિતના દારૂડિયાઓને ભાગવું પડયું હતું. જ્યારે મહિલા સાથે અસભ્ય વર્તન કરનારને તમાંચો પણ ખાવો પડયો હતો. સુરત શહેરમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સૌ કોઈ જાણે છે. આ અડ્ડાઓ ક્યારેક થોડો સમય બંધ રહે છે ફરી પાછા શરૂ થઈ જાય છે. હજીરા રોડ પર ભાઠા ગામે અનિલ ઉર્ફે અન્યાનો અડ્ડો ચાલે છે. આ દારૂના અડ્ડા પર દારૂડિયાઓ દારૂ પીવા આવે છે. અહીં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું. દારૂડિયાઓ દ્વારા અહીંથી પસાર થતી મહિલાઓની ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આવતી હતી. આજે રવિવારે પણ અડ્ડા પર દારૂ પીવા દારૂડિયા એકઠા થયા હતા. દરમિયાન મહિલાઓ અને જાગૃત નાગરિકો પહોંચીને રેડ કરી હતી. જેના પગલે દારૂડિયામાં નાસભાગ મચી ગઈ હતી. આ દારૂડિયાઓ પૈકી કેટલાકે મહિલાઓ સાથે બોલાચાલી કરી હતી. જેમાં એકને તમાચો પડયો હતો. જનતા રેડ બાદ હવે જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા આ અડ્ડો કાયમી બંધ થાય કે પછી હરહંમેશની જેમ થોડા દિવસ પછી ધમધમતો થઈ જશે? IMG 20240722 102143

Back to top button
error: Content is protected !!