

ડાંગ
21ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી ની કચેરી, સાપુતારા- ડાંગ દ્વારા આયોજન શાળાકીય રમત સ્પર્ધામાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને પ્રાયોજના વહીવટદારશ્રી કચેરી
આહવા-ડાંગના તાબા હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ- બારીપાડા શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ ગાવિત તેમજ શાળાના વ્યાયામશિક્ષક શ્રીહિરેનભાઈ ગાઈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ U-19 કબ્બડી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રથમ – ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી-ડાંગ તથા GSTES ગાંધીનગરનું ગૌરવ વધારેલ છે. આગામી સમયમાં પણ રાજ્યકક્ષાએ ભાગલઈ ઉત્કૃષ્ટપ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્તકરે તેવી “શાળા પરિવાર અને સંચાલક મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન આપી શુભેરછાપાઠવી હતી.






