

ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ગામ નજીક શ્રમિકો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો..
ડાંગ 14-09-2024 પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામુનવિહીર,લહાનચર્યા, ઇસદર,ચોકયા સહિત અન્ય ગામનાં શ્રમિકો ભરી મહારાષ્ટ્રમાં જઈ રહેલ પિકઅપ ગાડી.ન.એમ.12.જે.એફ.4932 જે આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં લહાનચર્યા પાસેથી પસાર થઈ રહી હતી.તે વેળાએ ગલકુંડ ગામ નજીકનાં વળાંકમાં સામેથી અચાનક એસટી બસ આવી જતા અહી પિકઅપ ગાડીનાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પિકઅપગાડી માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી પિકઅપ ગાડીમાં સવાર 10 શ્રમિકોમાંથી 08 જેટલા શ્રમિકોને નાની મોટી ઈજા પોહચી હતી.આ ઇજાગ્રસ્ત શ્રમિકોમાં (1)રંજનીબેન ગુલીયા ગાંગુર્ડે રે.જામુનવિહીર (2)જાગૃતિબેન આર.વાડેકર રે.ઈસદર (3)રોશનીબેન.આર.વાડેકર રે.ઈસદર (4)રાકેશભાઈ રતિલાલ દેસાઈ રે.ચોકયા (5)યેશુદાબેન મહેશભાઈ વાઘ. રે.લહાનચર્યા (6)શાંતારામભાઈ ચંદર બરડે રે.લહાનચર્યા (7)સોમીબેન જમશ પવાર રે.લહાનચર્યા (8)સોમી અર્જુન પવાર રે.લહાનચર્યાનાઓને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલને થતા તેઓની પોલીસકર્મીઓની ટીમ તુરંત જ ઘટના સ્થળ સહીત શામગહાન સી.એચ.એસી ખાતે દોડી ગઈ હતી.અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા.હાલમાં સાપુતારા પોલીસ મથકની ટીમે આ અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..












