
જેમાં લાભાર્થીઓએ આધારકાર્ડ, મનરેગાનું જોબકાર્ડ, રેશનકાર્ડ, બેન્કની પાસબુકની કોપી સાથે રૂબરૂ હાજર રહી સર્વેયર પાસે સર્વે કરાવવું. લાભ લેવા માંગતા લાભાર્થીઓએ હાલમાં ડોક્યુમેન્ટ જે સ્થળના હોય તે સ્થળે હાજર રહેવું આવશ્યક છે. આવાસ સહાયમાં પ્રથમ મહિલાને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેની પાટણ જીલ્લાના ગ્રામીણ વિસ્તારના તમામ આવાસ વિહોણા લોકોને આ સર્વેમાં સહભાગી થવા અનુરોધ/ વિનંતી છે. આવાસ પ્લસ સર્વે ૨૦૨૪ બાબતે કોઈપણ મુશ્કેલી હોય તો ગ્રામ પંચાયત કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ ખાતે સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.