
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગર પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફીસર દીપસિંહ હઠીલા દિન પ્રતિદિન નગર ના હિત માટે કામ કરાવામાં નિષ્ફળ.
સંતરામપુર નગર પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફીસર શ્રી. દીપસિંહ હઠીલા ને 08 ફેબ્રુઆરી 2024 ના રોજ સંતરામપુર માં રહેતા જાગૃત નાગરિક અને મિડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા દ્વારા આઝાદ મેદાન ભોઈવાડા જવાના માર્ગ પાસે તથા વાડી વિસ્તાર ત્રણ રસ્તા ચોકડી પાસે ગટર ઉપરની જાડી તૂટીલી હાલતમાં હોવાથી વાહન ચાલકો તથા રાહદારીઓને આવવા જવામાં તક્લીફ ન પડે તેના ભાગરૂપે નવીન જાડી નાખવામાં બાબતની લેખિત માં અરજી આપી રજુઆત કરવા છતાં આજ દીન સુધી અરજી ના 4 દિવસ વિતી જવા છતાં સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર દીપસિંહ હઠીલા દ્વારા કે તેમની ટીમ દ્વારા અરજી ના અનુસંધાન માં ધટના સ્થળ નું નિરીક્ષણ કરવામાં આવેલ નથી. અને કોઈ કામ હાથમાં પ્રજા ના હિત માટે લેવામાં ન આવતા આ સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર પ્રત્યે ભારે રોષ જોવા મળે છે.
ઉલ્લેખનીય એ છે કે જવાબદાર અધિકારી દ્વારા કે જવાબદાર કર્મી દ્વારા સંતરામપુર ના નગરજનો ને જણાવવામાં આવે છે કે જે પણ સમસ્યા હોય તો લેખિત આપો પછી અમે જોઈ લેશું. તો પછી સંતરામપુર ના ઍક અરજદારે સંતરામપુર ચીફ ઓફીસર ને લેખિત માં રજુઆત કરવા છતાં કોઈપણ જાતનું ધ્યાન પ્રજા ના હિત માટે રાખવામાં આવતું નથી તેનું શું કારણ કેમ આંખ આડા કાન કરવામાં આવે છે. તો શું આ બધું વ્યાજબી કેવાય.
જેથી આ બાબતે સંતરામપુર વહીવટદાર શ્રી તથા જિલ્લા વહીવટદાર શ્રી તથા બરોડા પ્રાદેશિક કમિશ્નર શ્રી તથા સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર શ્રી આ બાબતે તાત્કાલિક ઓચિંતી તપાસ હાથ ઘરી આવા જવાબદાર અધિકારી તથા કર્મચારી સામે તપાસ હાથ ઘરી કાયદેસરની કાનુની જોગવાઈ મુજબ કાર્યવાહિ હાથ ધરવામાં આવે અને આ સંતરામપુર નગરની સમસ્યા લોક હિત માટે કામ કરાવામાં આવે તેવી આ એક જાગૃત નાગરિક ને પત્રકાર શ્રી ની માંગ ઉઠવા પામી છે.
જુવો આગલા અંકમાં
રિપોર્ટર:-/વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત