નાગરિકો અહી મકાન ન ખરીદે તેવા બોર્ડ લગાવીશ : ધારાસભ્ય યોગેશ પટેલ
વડસર કોટેશ્વર ગામ તરફ જવાનો રસ્તો નદીના પાણીમાં થતા 4 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે નદી કિનારે બાંધકામ પરવાનગી આપવાનો વિરોધ કર્યો છે. ધારાસભ્ય યોગેશ પટેલે નદી કિનારે જો પાલિકા બાંધકામની પરવાનગી આપશે અને બિલ્ડર જો મકાન બનાવવાનું શરૂ કરશે તો ત્યાં પાણી ભરાય છે, નાગરિકો અહી મકાન ન ખરીદે તેવા બોર્ડ લગાવશેની ચીમકી ઉચ્ચારી છે.