રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના વીસી ખંડ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ડિઆરડિએના ડાયરેક્ટશ્રી કે. ડિ. ભગતે તા ૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબરના “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાનું આયોજનની રૂપરેખા જણાવી હતી. જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા અંતર્ગત ગ્રામ / તાલુકા / જિલ્લા પંચાયતો, નગરપાલિકા તેમજ તમામ વિભાગોમાં “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫” નું અમલીકરણ કરવા જણાવ્યું હતું. તેઓએ “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા દરમિયાન થનાર શ્રમદાન કાર્યક્રમ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને જનભાગીદારીથી સફળ બનાવવા સૂચન કર્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા, આર. એ. સી શ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના અધિકારીશ્રીઓ વીસીના માધ્યમથી હાજર રહ્યા હતા.