A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

પાંડેસરાની રિદ્ધિ સિદ્ધિ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાયના કારખાનામાં ભીષણ આગ ભભૂકી

ભોતળિયે રહેલા કારખાનામાં લાગેલી આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરી

પાંડેસરા દક્ષેશ્વર નગર સ્થિત રિદ્ધિસિદ્ધિ ઈન્ડસ્ટ્રીમાં પ્લાય બનાવવાની ફેક્ટરીમાં ચાર માળની એક બિલ્ડીગના પ્લાયના ખાતામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ પ્રસરીને બોબીન અને લૂમ્સના ખાતામાં પણ પ્રસરી જતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે કારણે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ-અલગ પાંચ ફાયર સ્ટેશનથી ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની પહોંચી નહતી.ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, પાંડેસરા ખાતે આવેલ રિદ્ધિસિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગ્રાઉન્ડ સહિત ત્રણ માળની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયનું કારખાનું અને પહેલા અને બીજા માળ સુધી બોબીન અને લૂમ્સના કારખાના છે. જયારે ચોથા માળે પતરાનો શેડ છે. બુધવારે સવારે પ્લાયના કારખાનું અચાનક આગ ભભુકી ઉઠી હતી. ખાતામાં પ્લાય હોવાને કારણે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. આગ જોતજોતામાં પ્રથમ માળ ઉપર બોબીન તથા કાપડનો જથ્થો હોવાને પગલે તેમા પણ આગ પકડાય ગઈ હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ભીષણ બની જતા આખા પ્રથમ માળમાં ફેલાઈ ગઈ હતી. આગના ધૂમાડાના દૂર સુધી ફેલાયા હતા. ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. તેમજ ત્યાં કામ કરતા કારીગરો અને કર્મચારીઓ પણ પોતાના જીવ બચાવી બહાર દોડી આવ્યા હતા. અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા માનદરવાજા, ઉધના, ભેસ્તાન, ડિંડોલી સહિત પાંચ જેટલા જુદા-જુદા ફાયર સ્ટેશનથી ૧૪ ગાડીઓ સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો હર પટેલે પડ્યો હતો. ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, અહીં પાંચ જેટલા લૂમ્સના કારખાના હતા. પરંતુ બીજા અને ત્રીજા માળને બચાવી લેવામાં આવ્યા હતા. અંદાજીત પાંચેક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે ફર્નિચર, કાપડ યુનિટ, પ્લાય યુનિક માં રહેલા માલસામાન, વાયરિંગ સહિતના સામાનને ભારે નુકસાન થયું છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની પહોંચી નહતી.

Back to top button
error: Content is protected !!