ડાંગ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં સમાવિષ્ટ ઘોડી ગામે શિકારની શોધમાં ભટકતી દિપડી ખેડૂતનાં કૂવામાં ખાબક્તા વનવિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી
ડાંગ 07-09-2024 પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ કાલીબેલ રેંજમાં લાગુ ઘોડી ગામે ગતરોજ રાત્રીના અરસામાં શિકારની શોધમાં ભટકતી દીપડી કૂવામાં ખાબકી હતી.જેમાં સવારનાં અરસામાં ખેતરમાં ગયેલ ઈંદરભાઈને કુવા નજીકથી ગર્જનાનો અવાજ આવતા તેઓને કુવા નજીક કોઈક પ્રાણી હોવાની શંકા ગઈ હતી.જેથી તેઓએ ધીરેથી કુવા નજીક જઈ આસપાસ જોતા અને કૂવામાં ડોક્યુ કરતા દીપડી પડેલ જોવા મળી હતી.આ દીપડી કુવામાં રહેલ ભેથડોનાં પગલે સુરક્ષિત જોવા મળી હતી.બાદમાં આ દીપડી અંગેની જાણ કાલીબેલ રેંજનાં આર.એફ.ઓ અંજનાબેન પાલવાને કરતા વનવિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.અહી ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ કાલિબેલ રેંજનાં આર.એફ.ઓ અંજનાબેન પાલવાની વનકર્મીઓની ટીમે કુવામાંથી સહી સલામત રીતે દીપડીનું રેસ્ક્યુ કરી બહાર કાઢી જંગલમાં છોડવામાં આવી હતી