
આજ રોજ ખડોદા નિવાસી શ્રી વિનુભાઈ પનાભાઈ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાલનપુર (બનાસકાંઠા) જિલ્લામાંથી 33 વર્ષથી સતત ફરજ બજાવતા આજ રોજ નિવૃત્ત થતા તેમનો સન્માન સમારોહ યોજાયો.ગામ માંથી વરઘોડો કાઢી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી કે. એન. આચાર્ય એન્જિનિયર થર્મલ પાવર સ્ટેશન માં ફરજ બજાવી રહ્યા છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજ ના અગ્રણી તથા સગા સંબધી સૌ મિત્રો માં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડી.જે ના તાલે સૌ ગામ લોકો ઝૂમી ઉઠ્યા હતા જ્યારે કોઈ ફોજ તથા પોલીસ ખાતામાંથી નિવૃત થાય છે ત્યારે દેશભક્તિના ગીતો પર સૌ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ દાહોદ ગુજરાત