उदैपुरगुजरात
Trending

બોડેલી મેરીયા બ્રિજ ઉપર ભારે વાહનો ની રોક લગાવતા જગતનો તાત કહેવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

કેળાનો પાક તૈયાર છે પણ તેને લઈ જવા માટે મુશ્કેલીઓ વધી ગઈ

છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુગામને જોડતો મેરીયા બ્રિજ ઉપર ભારધારી વાહનોની રોક લગાવવામાં આવી છે જેથી કરીને નજીકના ગામો જબુગામ, સુષ્કાલ, કુકણા, સિહોદ, ચાપરગોટા, જેવા 20 થી 25 ગામો ના ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા જેને લઈ જબુગામના જાગૃત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને પોતાની વેદના નો આવેદનપત્ર આપ્યો જેમાંથી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા કલેકટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં થોડી બાંધછોડ કરવામાં આવે કેમકે હાલ ખેડૂતોના કેળા ના પાક તૈયાર થઈ ગયા છે જેમાં 10% જેટલો જ કેળ કટીંગ કરવામાં આવ્યું છે જ્યારે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે અને તેને લેવા માટે મોટા વાહન જેવા કે આઇસર, ટ્રક આવે છે પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી કેળા ફક્ત બે થી ત્રણ ત્રણ જ વાહનમાં જતા હોય છે જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફનો સામનો કરવો પડે એમ છે વધુમાં વાત કરીએ તો જબુ ગામની આસપાસના કેટલા ગામોને દૂધ ડેરી નો ટેન્કર દ્વારા દૂધ સપ્લાય કરવામાં આવે છે આવી અનેક રોજીંદી મુશ્કેલીઓ પડે એમ છે જેથી કરીને રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ અને રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!