જબુગામ રેફરલ હોસ્પિટલ એન્ડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખૂબ જ લાંબા સમય બાદ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હાજર થતા પ્રસુતિ ને લગતા તમામ દર્દીઓને રાહતનો અનુભવ થશે ડોક્ટર મૌરૅવી દિલીપ દેવડા હાલ જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવવા માટે હાજર થયા છે ગત શુક્રવારના રોજ તેઓ હાજર થયા હતા તેની જાણ થતા જ આસપાસ ના લોકોને રાહતનો અનુભવ થયો છે કેમકે જબુગામ હોસ્પિટલ એટલે સ્ત્રી નિષ્ણાંત હોસ્પિટલથી પ્રખ્યાત છે મધ્યપ્રદેશ સુધીના દર્દીઓ અહીં પ્રસુતિ અર્થે આવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષ થી જબુગામ હોસ્પિટલ ખાતે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ન હતા જેથી કરીને દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો અને ડીલેવરી તથા સીઝર માટે ખાનગી હોસ્પિટલમાં લાંબુ થવું પડતું હતું અને ત્યાં ખૂબ જ મોટી રકમ નો ખર્ચ થતો હતો છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ આદિવાસી વિસ્તાર હોવાના કારણે લોકોને ખર્ચાળુ હોસ્પિટલો માં જવું પસંદ નથી સરકારી હોસ્પિટલમાં આ બધી સુવિધાઓ થતા લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કે આજુબાજુના વિસ્તારમાં લોકોને ખબર પડતાની સાથે જ ફરી એકવાર જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી ધગધગી ઉઠશે જબુગામ રેફરલ હોસ્પિટલ ખાતે ગાયને કોલોજિસ્ટ ડોક્ટર એમ ડી દેવડા હાજર થતા લોકોમાં ખુશી જોવા મળી.