સુરતઃ અડાજણની કોલેજિયન યુવતીનો ૧૫મા માળેથી કૂદી આપઘાત કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળઓલપાડના વાતની અને હાલ.અડાજણ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી રો-હાઉસમાં રહેતા ચેતનભાઈ પટેલ ખેતી કામ કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી દ્રષ્ટિ (ઉ.વ.૨૦) નું પરિવારનું ગુજરાન ચલાવે છે. દ્રષ્ટિ વાડિયા વુમન્સ કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કરતી હતી. શુક્રવારે સવારે દ્રષ્ટિએ મધુવન સર્કલ પાસે નવી બનતી બિલ્ડિંગના ૧૫માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતક પાસે ઈ-મોપેડ હતું. જેમાં દર્શાવતા લોકેશન આધારે પરિવારજનોએ દ્રષ્ટિના આપઘાતની જાણ થઈ હતી. આ બનાવ અંગે અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં દ્રષ્ટિ ઘણા સમયથી માનસિક બીમાર હતી. અને તેની દવા પણ ચાલતી હતી. જેથી માનસિક બીમારીના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ અંગે આડાજણ પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.
2,539 Less than a minute