
ચાણસ્મા નગર માં છેલ્લાં ઘણા સમય થી અસામાજિક પ્રવૃત્તિઓ એ માઝા મૂકી છે જેની સીધી અસર જનજીવન પર પડી રહી છે. કાયદા નો કોઈ પણ ડર ન હોય તેમ કેટલlક જાહેર વિસ્તારો જેવા કે ઇંન્દીરા નગર ચાણસ્મા – હારીજ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ની બાજુ માં ચાણસ્મા નગરના મધ્યમાં જાહેર માં દેશી દારૂ નું ધુમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ચાણસ્મા નગર માં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ જાહેર મુતરડીઓ માં દારૂડીયા ઓ દ્વારા દારૂ પી ને ખાલી પોટલીઓ ફેકેલી જોવા મળતાં જાહેર મુતરડી ઓ માં પેશાબ કરવા જઇએ ત્યારે અસહ્ય દુર્ગંધ મારતી હોવાના કારણે ચાણસ્મા નગર ની મુતરડી ઓ માં પેશાબ કરવા જવું માથા ના દુ:ખાવા સમાન થઈ રહ્યું છે.
ચાણસ્મા નગર ના વિવિધ વિસ્તારોની જાહેર મુતરડી ઓ માં દારૂ ની ખાલી પોટલી ઓ જોવા મળી રહી છે ત્યારે ચાણસ્મા પોલિશ દ્વારા ચાણસ્મા નગર ના વિવિધ વિસ્તારો માં વેચાતા દારૂ પર કાર્યવાહી કેમ નહી જેવા અનેક સવાલો નગરજનો કરી રહ્યા છે તો બીજી બાજુ જુગાર વરલી જેવી અસામાજિક બદી ઓ એ પણ માઝા મૂકી છે જેની સીધી અસર યુવાનો પર પડી રહી છે કોઈ ઘટના બને ત્યારે દારૂ બંધી માટે રેલી ઓ કાઢવામાં આવે છે થોડા દિવસ દારૂબંધી રહે છે પછી પરીસ્થિતી જૈસે થે થઈ જાય છે.