A2Z सभी खबर सभी जिले की
Trending

કેવડી ખાતે વન્ય પ્રાણી સપ્તાહ નું સમાપન કરતા જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા

વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ૨ થી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે વિવિધ કાર્યક્રમો યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ ઉજવણીનું જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાની ઉપસ્થિતમાં કેવડી ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જે સંદર્ભે વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ૨ થી ૮ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છતા અભિયાન, વન્યપ્રાણી સંરક્ષણ સબંધિત માહિતી, પર્યાવરણ સંદર્ભે લોકજાગૃતિ, વન્યપ્રાણીઓ બાબતે ક્વીઝ, નેચર એજ્યુકેશનનું આયોજન, રેંજ કચેરીઓ-નર્સરીઓની સાફ-સફાઈ, ગોષ્ટી, શાળાઓમાં નિબંધ, ચિત્ર, વકૃત્વ જેવી સ્પર્ધાઓ, રેલીઓ, બાઈક રેલી જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સમાપન સમારોહમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુના હેમંત વઢવાણાએ સાપ અંગે માહિતી આપી હતી. ઝેરી અને બિનઝેરી સાપ વિશે વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. સાપ ડંખ મારે તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવી અને અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રહી પ્રાથમિક સારવાર મેળવી વ્યક્તિનો જીવ કઈ રીતે બચાવી શકાય એ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી. વી.એન.દેસાઈ, સહાયક માહિતી નિયામકશ્રી.માર્ગી રાજપુત,આર.એફ.ઓ.શ્રી નિરંજનભાઈ રાઠવા, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુના હેમંત વઢવાણા, વન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

 

 

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!