રાધનપુર
- પાટણ જિલ્લાના રાધનપુર શહેરી વિસ્તાર અને હાઈવે ચારરસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે દિવસેને દિવસે રાધનપુર માં ટ્રાફિકની સમસ્યા વધુ પરેશાન કરી રહી છે છેલ્લા કેટલાક સપ્તાહોથી રાધનપુર મા આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે આમ છતાં પણ તેના નિરાકરણ માટે કે પછી તે માટે કોઈ કાર્યવાહી ટ્રાફિકના સમય દરમિયાન કરવામાં નહીં આવતી હોવાનો રોષ લોકો મા જોવા મળી રહ્યો છે
રાધનપુર ના ચાર રસ્તા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે રાધનપુર મા ટ્રાફિક પોલીસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ટ્રાફિક જામને લઈ આવવાને બદલે છેલ્લા કેટલાક સપ્તાહોથી વધતો જઈ રહ્યો છે ટ્રાફિક સમસ્યા નો પોલીસ તંત્ર નિકાલ લાવે તેવી લોકો ની માંગ ઉઠી છે છુ પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યા નો નિકાલ લાવશે ખરી અનેક સવાલો લોકો મા ઉઠી રહ્યા છે