છોટાઉદેપુર જિલ્લામા વન વિભાગ દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે સંદર્ભે વન વિભાગ બોડેલી રેન્જ દ્વારા ઉચાપાન પ્રાથમિક શાળામાં વન્યપ્રાણીઓ વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામા આવી હતી. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા