A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेउदैपुरगुजरात

કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે થી વિકાસ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ જશુભાઈ

IMG 20251009 WA0047
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીશ્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત ઉપસ્થિત સૌ મહાનુભાવીએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કલેકટર કચેરી ખાતેથી નીકળેલ વિકાસ પદયાત્રાને સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રા કલેકટર કચેરી થી ગાંધીચોક, માણેક ચોક, પેટ્રોલ પંપ ચોકડી થી કલેક્ટર કચેરી પરત હતી. આ યાત્રામાં મોટી પોલીસ જવાનો, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!