રાધનપુરમાં પ્રાઇવેટ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે..
રાધનપુરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વાર ડોકટરોની બેદરકારીઓ સામે આવતી હોય છે. તેમજ જ્યારે જ્યારે બેદરકારી સામે આવે છે ત્યારે આ ડોક્ટરો પોતાના અંગત માણસો આગળ કરી અને સમાધાન કરી લેતા હોય છે.. આવા પુરાવા અનેકવાર જોવા મળ્યા છે.. ત્યારે ફરી વધુ એકવાર રાધનપુર શહેરમાં એક ડોક્ટરની ઘોર બેદરકારી સામે છે..તેમજ બેદરકારીનો પુરાવો સામે આવ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુરમાં અઢળક પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે. આ હોસ્પિટલોમાં સાતલપુર, વારાહી અને કચ્છ જિલ્લામાંથી પણ અહીંયા લોકો સારવાર અર્થે આવતા હોય છે.ત્યારે કેટલાક ડોક્ટરોની ઘણીવાર બેદરકારીઓ સામે આવતી જોવા મળી છે.બીજી તરફ જોઈએ તો આવી બેદરકારી દાખવતા આ ડોક્ટરો પોતાની વાત દબાવી સમાધાન કરી દેતા હોય છે તેવા કિસ્સા અનેકવાર રાધનપુરમાં જોવા મળ્યા છે.ત્યારે ફરી આવો એક વધુ કિસ્સો રાધનપુરની કુશ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. જ્યાં રાધનપુર ની કુશ સર્જીકલ હોસ્પિટલ નાં ડોક્ટર પંકજ સિન્હા ની હોસ્પિટલમાં ગાંજીસર ગામનું દર્દી પેટનું ઓપરેશન કરાવવા માટે આવે છે. આ દર્દીને પેટમાં દુખાવો થતો હોય જેથી કુશ હોસ્પિટલના ડોક્ટર પંકજ સિન્હા દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. અને તપાસ કર્યા બાદ ખબર પડે છે કે ઓપેન્ડી છે.ત્યારે દર્દીને ઓપરેશન કરાવવું પડશે તેવું આ ડોક્ટર દ્વારા કહેવામા આવે છે.
જે બાદ ડોક્ટરના કહ્યા મુજબ દર્દી ઓપરેશન માટે પણ તૈયાર થાય છે અને ઓપરેશન કરવાની આ ડોક્ટર તૈયારી કરે છે.અને ડોક્ટર પ્રથમ ઓપરેશન રૂમમાં દર્દીને લઈ જાય છે અને આ દર્દીના પેટ ઉપર એક ચિરો પાડી અને ઓપીંડી નું ઓપરેશન કરતા હોય છે.પરંતુ તેમને કોઈક વિચાર આવી જતા તે ઓપરેશન રોકી દે છે અને ત્યારબાદ ફરીથી ટાંકા લઈ લે છે.ત્યારે દર્દી જ્યારે ભાનમાં આવે છે ત્યારે દર્દીને આ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આ ઓપરેશન મારાથી સફળ થવાનું નથી તમારે અન્ય બહાર ની હોસ્પિટલમાં જવું પડશે.
જે વાત સંભાળતા આ દર્દીના કુટુંબીજનો અને દર્દીના માથે આભ તૂટ્યું હોય તેવો માહોલ જોવા મળે છે. દર્દી ચિંતિત જોવા મળે છે દર્દીને સમજાતું નથી કે હવે શું કરવું.!! આ ડોક્ટરની બેદરકારી ગણવી કે ભૂલ ગણવી તે અનેક સવાલો છે.હાલ તો આ દર્દી ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યું છે કારણ કે એક તરફ તેનું પેટ ચીરવામાં આવ્યું છે અને ફરીથી ટાંકા લેવામાં આવ્યા છે.ત્યારે તેના જીવનનું જોખમ જોવા મળી રહ્યું છે.અને આ ડોક્ટર ઓપરેશન કરવા સક્ષમ ન હતા તો શા માટે પેટ ચિરવું પડ્યું તે પણ સવાલો છે.!!
આ બાબત મીડિયા સમક્ષ જતા હવે ડોક્ટર ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે તેમની બેદરકારી સામે આવી છે ત્યારે આ દર્દી સાથે સમાધાન કરવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કુશ હોસ્પિટલમાં જતા અનેકવાર અનેક લોકોને વિચારવું પડશે!નહીં તો આવી ઘટના કયાંક આવું તમારી સાથે પણ થઈ શકે છે.ત્યારે આ ઘટના ને પગલે જોવું એ રહ્યું કે આ દર્દીની સારવાર અન્ય હોસ્પિટલમાં થશે કે પછી ફરીથી આ જ ડોક્ટર કરશે તે હાલતો સવાલો છે.અને હાલ તો આ પરિવાર કુશ હોસ્પિટલમાં ટાંકા લીધેલ હોય જેથી વધુ સારવાર લઈ રહ્યું હોવાની વિગત જાણવા મળી છે.