
પાટણ રાધનપુર
પાટણ જિલ્લાના સમી ખાતે
ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા રામ ધૂન..
પાટણ જિલ્લાના સમી ખાતે ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા રામ ધૂન બોલાવવામાં આવી હતી.ભારત રાષ્ટ્ર માં ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે આદિ શંકરાચાર્યજી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવેલ છે.ત્યારે જ્યોતિર્મઠ ના શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરા નંદ સરસ્વતી મહારાજ સ્વયમ 1000 ગૌ ભકતજનો સાથે ખુલ્લા પગે વૃંદાવન થી નીકળી દિલ્લી તરફ આગળ વધતા પરમ વંદનીય શંકરાચાર્યજી ના સમર્થન માં સમી ખાતે ગૌ ભકતો ધર્મ પ્રેમી જનતા દ્વારા રામ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સમી તાલુકા પંચાયત ના પ્રમુખ સંજયભાઈ દવે,જાણીતા ગૌ ભકત લાભશંકર દાદા રસિક ભાઈ દરજી વેપારી એસોસિયેશન ના પ્રમુખ ભીખાલાલ એમ પરમાર સહિત વિશાળ સંખ્યા માં ગૌભકત શ્રધ્ધાળુંઓ હાજર રહ્યા હતા.
આજના આ પ્રસંગે સમી તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા સૌ ધર્મ પ્રેમી ગૌ ભકત જનો ની લાગણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર માં રજૂઆત થકી મોકલવાની તેમજ સૂચન પણ મુકેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.