A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ ને અનુલક્ષી ૩૦બેડનું અલાયદું યુનિટ ઊભું કરાયું

વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ સંભવિત બાળ દર્દીઓની સારવાર માટે સજ્જ

ગુજરાત રાજયના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડનું અલાયદું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું છે. જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમને સંભવિત બાળદર્દીની સારવાર માટે સજ્જ કરવામાં આવી છે.સિવિલ તંત્રની તૈયારીઓ વિષે ડો. જિગીષા પાટડીયાએ જણાવ્યું હતું કે, સિવિલની કિડની બિલ્ડીંગના પ્રથમ માળે ૨૦ બેડનું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ તંત્રએ શરૂ કરી દીધું છે, જેમાં ચાંદીપુરા વાયરસના કોઈ પણ શંકાસ્પદ કેસની સારવાર કરવામાં આવશે.અહીIMG 20240720 100754 વેન્ટિલેટર્સ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ, નસિંગ અને સપોર્ટ સ્ટાફ શંકાસ્પદ ચાંદીપુરા સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ છે. આ યુનિટમાં છ થી સાત તબીબોની ડેડીકેટેડ ટીમ ૨૪૪૭ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં બાળકોના તબીબોની એક ખાસ ટીમ તૈનાત કરાઈ છે.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!