A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबर

પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષ ની વયે નિધન

વડોદરામાં રહેતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે. સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા છે. આજરોજ 1 ઓગસ્ટ બપોરે 12 વાગ્યે તેમની અંતિમયાત્રા નિકળશે અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર થશે. હાલ તો પરિવાર અને નજીકના સભ્યો તેમના ઘરે જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે લોકો આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની પણ આવી પહોંચ્યા છે.

Back to top button
error: Content is protected !!