
गुजरातA2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ છે . બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઓરેન્જ એલર્ટ છે.








