
સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસ એ શૈક્ષણિક બાબતનો એક અગત્યનો ભાગ છે બાળકો જાત અનુભવ કરી શકે, સ્થળ વિશે મહત્વની જાણકારી મેળવી શકે એ હેતુસર આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. શાળાના બાળકો ગાંધીનગર ખાતે આવેલ ઈન્દ્રોડા નેચર પાર્ક અને અક્ષરધામની મુલાકાત કરવામાં આવી હતી. તમામ બાળકો ખૂબ જ આનંદિત જણતા હતા. આ એક દિવસીય પ્રવાસમાં શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ કે. કામોલ તેમજ અન્ય સ્ટાફ જોડાયા હતા અને બાળકો સાથે પ્રવાસની મજા માણી હતી અને સમયસર શાળામાં આવી પહોંચ્યા હતા તમામ બાળકો પ્રવાસની યાદો વાગોળતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ ડિજિટલ મીડિયા..