
કામરેજમાં ભક્તો જનો દ્વારા જન્માષ્ટમીના પર્વની આસ્થા અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી. અને વેદ એજ્યુકેશન ના નાના નાના બાળકો એ પણ સવારે સારી ભૂમિકા ભજવી હતી અને બાળકોને પ્રોત્સાહન આપી આગળ વધવા માટે એમ જ પણ આપી હતી
કામરેજની વ્રજનંદની સોસાયટીમાં આયોજિત કૃષ્ણ જન્મોત્સવ નિમિતે શોભા યાત્રા,રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. મોડી રાત્રે નાના ભૂલકાઓ સહીત આબાલ વૃદ્ધ મટકી ફોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.બાળકો ભાગ લીધો હતો.સોસાયટીના રામેશ્વર મહાદેવ મંદિરના પુજારી શરદ બાપુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.રામેશ્વર મહિલા મંડળ દ્વારા અંદાજે 200 લીટર દૂધ સહિત પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
[yop_poll id="10"]