A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

સુરત APMC સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતમાં નંબર-1

સુરત APMC સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતમાં નંબર-1 સુરત, તા. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)એ સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ જાળવી રાખી કૃષિ અને વેપાર ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. બજાર સમિતિએ વિવિધ 224 બજાર સમિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી સાથે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ચેરમેન સંદીપ દેસાઈના નેતૃત્વ હેઠળ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન APMCએ અંદાજે રૂ. 5,109 લાખની આવક નોંધાવી છે. ઉપરાંત બજાર સમિતિનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 4,000 કરોડને પાર પહોંચ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કૃષિ અને વેપાર વિકાસ માટે આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણવામાં આવી રહી છે. કેસર કેરીના પલ્પની 7 દેશોમાં નિકાસની તૈયારી સુરત APMCના માર્ગદર્શન હેઠળ "ટ્રેડ વન" ફૂડ્સ કંપની દ્વારા તૈયાર કરાયેલા કેસર કેરીના પલ્પની નિકાસ માટે પણ તૈયારીઓ તેજ બની છે. જર્મની, રશિયા, બ્રિટન, અમેરિકા, કેનેડા અને કોરિયા સહિત કુલ 7 દેશોમાં કેરી પલ્પની એક્સપોર્ટ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. ચેરમેન સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને વધુ સારો ભાવ મળે અને સ્થાનિક કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળે તે માટે APMC સતત પ્રયત્નશીલ છે. કેરી પલ્પની નિકાસથી ખેડૂતોને લાભ મળશે તેમજ સુરત અને દક્ષિણ ગુજરાતના કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળશે. આ સિદ્ધિ બદલ ખેડૂત વર્ગ, વેપારીઓ અને બજાર સમિતિ સાથે સંકળાયેલા તમામ હિતધારકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત APMC સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતમાં નંબર-1
સુરત, તા. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)એ સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ જાળવી રાખી કૃષિ અને વેપાર ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. બજાર સમિતિએ વિવિધ 224 બજાર સમિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી સાથે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ચેરમેન સંદીપ દેસાઈના નેતૃત્વ હેઠળ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન APMCએ અંદાજે રૂ. 5,109 લાખની આવક નોંધાવી છે. ઉપરાંત બજાર સમિતિનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 4,000 કરોડને પાર પહોંચ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કૃષિ અને વેપાર વિકાસ માટે આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણવામાં આવી રહી છે.
કેસર કેરીના પલ્પની 7 દેશોમાં નિકાસની તૈયારી
સુરત APMCના માર્ગદર્શન હેઠળ "ટ્રેડ વન" ફૂડ્સ કંપની દ્વારા તૈયાર કરાયેલા કેસર કેરીના પલ્પની નિકાસ માટે પણ તૈયારીઓ તેજ બની છે. જર્મની, રશિયા, બ્રિટન, અમેરિકા, કેનેડા અને કોરિયા સહિત કુલ 7 દેશોમાં કેરી પલ્પની એક્સપોર્ટ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે.
ચેરમેન સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને વધુ સારો ભાવ મળે અને સ્થાનિક કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળે તે માટે APMC સતત પ્રયત્નશીલ છે. કેરી પલ્પની નિકાસથી ખેડૂતોને લાભ મળશે તેમજ સુરત અને દક્ષિણ ગુજરાતના કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળશે.
આ સિદ્ધિ બદલ ખેડૂત વર્ગ, વેપારીઓ અને બજાર સમિતિ સાથે સંકળાયેલા તમામ હિતધારકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


Back to top button
error: Content is protected !!