
કરોડો રૃપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ રોડ ઉપર ગાબડાઓ, ગાય-ભેંસ જેવા પશુઓનો અડિંગો ટ્રાફિકજામની સમસ્યા.
વડોદરા-હાલોલ ટોલ રોડની યુઝર ફીમાં સતત બીજા વર્ષે પણ વધારો, તા.1 એપ્રિલથી 10 રૃપિયાનો વધારો થઇ જશે
મેનટેનન્સના નામે ઝીરો છતાં વડોદરા હાલોલ ટોલટેક્સમાં 1 એપ્રિલથી વધારો
કરોડો રૃપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ રોડ ઉપર ગાબડાઓ, ગાય-ભેંસ જેવા પશુઓનો અડિંગો ટ્રાફિકજામની સમસ્યા
વડોદરા-હાલોલ ટોલ રોડની યુઝર ફીમાં સતત બીજા વર્ષે પણ વધારો, તા.1 એપ્રિલથી 10 રૃપિયાનો વધારો થઇ જશે
સ્ટેટ હાઇ વે નં.૮૭ ઉપર વડોદરા- હાલોલ વચ્ચેના ૩૦ કિ.મી.ના ટોલ રોડ માટે કોમશયલ વાહનોની યુઝર ફી (ટોલ ટેક્સ)માં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ૧૦ રૃપિયાનો વધારો કરાયો છે આ દર તા.૧ એપ્રીલ સવારે છ વાગ્યાથી લાગુ થઇ જશે.
એક તરફ સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે બીજી તરફ ટોલ રોડની યુઝર ફીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હોવાથી કોમર્શિયલ વાહન ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટુ એક્સેલ ટ્રક, ટુ એક્સેલથી વધુ એક્સેલ ધરાવતા વાહનો, ટુ એક્સેલ બસ અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૩માં ૧૦ યુઝર ફીમાં ૧૦ રૃપિયાનો વધારો કરાયો હતો હવે એપ્રિલ ૨૦૨૪થી પણ ૧૦ રૃપિયાનો વધારો કરાયો છે આમ વડોદરા હાલોલ ટોલ રોડ પર યુઝર ફીમાં બે વર્ષમાં રૃ.૨૦નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા-હાલોલ ટોલ રોડ સ્ટેટ હાઇવે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬માં જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ સ્ટેટ હાઇવે પરના તમામ ટોલ રોડ પરથી પસાર થતાં ગુજરાત પાસિંગના કાર, જીપ, વાન, ટુ અને થ્રી વ્હીલર તેમજ એસટી બસોને યુઝર ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી આ વાહનોને ટોલ અંગે કોઇ અસર નહી થાય. જો કે રાજ્ય બહારની કાર, જીપ, વાન, ટુ અને થ્રી વ્હીલને યુઝર ફી ચુકવવી પડશે.