गुजरात

પાટણ જિલ્લા ભાજપ ના નવા પ્રમુખના નામ ને લઈ લોકોની ઉત્સુકતા વધી.. 

પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરો અને રાજકીય આગેવાનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય જનતા પક્ષના નવા સંગઠન માળખાની રચના અંતર્ગત પાટણ જિલ્લામાં નવા પ્રમુખની પસંદગી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં અનુભવી અને નવા નેતાઓએ ઉત્સાહપૂર્વક પોતાની દાવેદારી નોંધાવી હતી.શરૂઆતમાં એવી ચર્ચા હતી કે કમૂરતાના સમયગાળા બાદ નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

જો કે ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયું અને કમૂરતાનો સમયગાળો પણ પૂર્ણ થયો હોવા છતાં હજુ સુધી પાટણ જિલ્લાના નવા પ્રમુખની નિમણૂક અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેને લઈને હાલની પરિસ્થિતિમાં પાટણ જિલ્લા ભાજપના નવીન પ્રમુખ ના નામની જાહેરાત ને લઇ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે અને આખરે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કોની પસંદગી થશે તેની પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ નિમણૂક જિલ્લાના રાજકીય સમીકરણો પર અસર કરનારી હોવાથી તેનું મહત્વ ખૂબ વધી જાય છે.

 

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!