પાટણ નગરજનોને શુધ્ધ સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર, પાટણ તેમજ એસોજી ટીમ પાટણ દ્વારા સિદ્ધપુર જીઆઇડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા.
પાટણ ખોરક અને ઔષધ નિયમન તંત્રની ટીમ અને એસોજી ટીમ પાટણ દ્વારા જીઆઇડીસી સિદ્ધપુર ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડ જેવી કે કંચન , કોહીનુર, કેસર વગેરે તથા ૧૫ કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબાના ૧૪ નમૂના અને Vitamin A and D concentrate liquid mixture નો
શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. ખોરક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા અંદાજિત ૮૨૧૯ kg જથ્થો કે જેનું અંદાજિત મૂલ્ય ₹૯,૮૧,૨૮૧ નો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવેલ છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.