fbpx
गुजरात
Trending

બોડેલી તાલુકાના સરકારી ગોડાઉન અને મુલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રભારી અને અન્ન,નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર

છોટાઉદેપુર જિલ્લના બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉન, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર અને મુલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને અન્ન,નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે લીધી હતી. પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજીએ બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉનના અનાજ સ્ટોકની માહિતી મેળવી હતી. સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘઉં, ચોખા, તુવેર દાળની ગુણવત્તા ચકાસી હતી. આ ઉપરાંત તેઓએ બોડેલી ખાતે આવેલી પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવ દુકાનની મુલાકાત લીધી હતી. નાગરિકોને સરકાર માન્ય વ્યાજબી ભાવ દુકાનમાંથી આપવામાં આવતા અનાજની ગુણવત્તા ચકાસી હતી. પ્રભારીમંત્રીશ્રીએ અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિ પાસેથી પુરવઠા વિતરણ અંગે માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા હતા. પ્રભારીમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુલધર એપ્રોચ રોડ જે નેશનલ હાઇવે ટુ મેરીયા નદી મુલધર રોડ અંદાજીત રકમ ૮૩૯ લાખનાં ખર્ચે તૈયાર થનાર બ્રિજની આકસ્મિક મુલાકાત લીધી હતી .મુલધર એપ્રોચ રોડની કન્સ્ટ્રક્શન કામગીરી વિશે માહિતી મેળવી અધિકારીશ્રીને જરૂરી સૂચન કર્યા હતા. આ આકસ્મિક મુલાકાત દરમિયાન બોડેલી મામલતદારશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!