गुजरात
Trending

ઉતરાયણના પૂર્વ જબુગામ ના બજાર માં પતંગ અને દોરા ની ખરીદી માટે પડાપડી

બોડેલી પંથક માં જબુગામ એટલે દોરા સુતાવા માટેનું જાણીતું ગામ. ઉત્તરાયણ માં દોરા સુતાવા માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખૂબ ભીડ જામી હતી.જબુગામ માં દોરા સુત્વા માટે જે માંજો બનાવવામાં આવે છે એની પદ્ધતિ જ અલગ પ્રકારની છે.જેને લઇ ને આસપાસ ના ગામોના લોકો જબુગામ માં દોરી સુતાવવા આવતા હોય છે.જબુગામ માં દોરા સુત્વા રોજે રોજ નવો માંજો બનાવીએ છે જેમાં માત્ર A1ક્વોલિટી નો સરસ જ વાપરીએ છીએ.જેનાથી પતંગની દોરી ખુબજ મઝબૂત સુતાય છે.અને અમે દોરિ સુતાવામાં જે કાચ વાપરીએ છીએ તે સોડાની બોટલ ના કાચ અમારી દેખભાળ હેઠળ તૈયાર કરાવી ને ઉપયોગ માં લઈએ છે. હાલ તૈયાર ફિરકી ની હવા બજાર માં છે પણ અમે જે દોરી સુતીને આપીએ છે એની કવોલિટી અલગ છે

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!