સુરત શહેર માં આવેલ મહેશ્વરી વિદ્યાપીઠની બસનો ડ્રાઇવર દારૂ પીને બેફામ બસ ચલાવતો હતો. ચારેક ઠેકાણે ડ્રાઈવરે બસ અથડાવી પણ હતી. તે સમયે બસમાં ધોરણ દસ નાં પંદર વર્ષના વિદ્યાર્થિને ખ્યાલ આવી ગયો હતો કે ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવે છે તેથી તેણે ડ્રાયવરને બસ ઉભી રાખવાનું કહ્યું હતું પરંતુ ડ્રાઈવરે બસ હંકારવાની કોશિષ કરતા વિદ્યાર્થીએ ચાલુ બસમાંથી ચાવી કાઢી લીધી હતી. જેથી બસ શરૂ થઈ નહોતી. જણવા મળેલ કે આ બસ માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ હતા. ડ્રાઈવર સુરેશસિંગ દારૂ પીને બસ ચલાવતા તેના સાથીદાર એવા કલીનરે પણ કહ્યું હતું કે તું દારૂ પીને બસ નાં ચલાવ. પણ ક્લીનર નું પણ કાંઈજ નાં સાંભળ્યું અને બસ હંકરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આ બનાવમાં બહાદુર વિદ્યાર્થી પંદર વર્ષનો હેવિશ રાઠોડ ની હિંમત ને દાદ આપવી પડે તેમ છે. તેણે હિંમત કરી તો પચાસ જેટલા વિદ્યાર્થીઓ નો જીવ બચાવી લીધા હતા.
2,506 Less than a minute