કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે કાર્યક્રમ દરમિયાન દેશનાં st, sc અને obc સમાજ ના અનામત વિરોધી કરેલ નિવેદન ને લઈ આજે જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણાંનો કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્રારા કોગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી જેને લઈને ભારતમા વસતા એસટી,એસસી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.જેના વિરોધમા સમગ્ર ભારતભરમા ભાજપાના એસટી,એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમા રેલી,ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનુ આયોજન કરવામા આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટી,એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નિકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને અલીપુરા ચાર રસ્તા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી ” હાય રે કોંગ્રેસ હાય હાય…. ” “અનામત વિરોધી કોંગ્રેસ હાય.. હાય..” ના નારાઓ લગાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અનુસુચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવિણભાઈ પંડ્યા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, કોસાધ્યક્ષ રાજુભાઈ શાહ, ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ, જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભગુભાઈ પંચોલી, એસસી મોરચાના પ્રમુખ અશોક સોલંકી, એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠવા, બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ, મહામંત્રી પરિમલ પટેલ વિગેરે સહીત મોટી સંખ્યામા કાર્યકરો આ રેલી અને ધરણા કાર્યક્રમમા જોડાયા હતા.