રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા તડવી સમાજની વાડી હાંડોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન ૨૦૨૫ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકા બહેને જણાવ્યું હતુ કે, દેશમાં તમામ ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે.કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે.આંગણવાડી કાર્યકર અને હેલ્પર કાર્યદક્ષતાથી સેવાઓ પૂરી પાડે છે.તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદાય આશ્રયથી રાજય સરકાર દ્વારા દર વર્ષે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ પ્રાસંગીક ઉદબોદ્ધન કર્યું હતુ. આ વર્ષે જિલ્લા કક્ષા મુખ્ય સેવિકા ૧, કાર્યકર ૧ અને હેલ્પર ૧ એમ કૂલ ૩ અને તાલુકા કક્ષાના ૦૯ આઇ સી ડી એસ ઘટકના ૦૯ કાર્યકર અને ૦૯ હેલ્પર આમ કુલ ૨૧ માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વહાલી દીકરી યોજનામાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. જિલ્લામાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગમાં શ્રેષ્ટ કામગીરી કરનાર મહિલા કર્મયોગીઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખ દિપીકાબેન તડવી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, મહિલા બાળ વિકાસ સમિતિમાં ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, સંખેડા મામલતદાર, ટીડીઓ, છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ઘટકોના સી.ડી.પી.ઓ. સહીત મોટી સંખ્યામાં આંગળવાડી કાર્યકર તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.