ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે અને બાળાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૫ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમાંકે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પોચંબા, દ્વિતીય ક્રમાંકે કન્યા નિવાસીશાળા ઘૂટિયાઆંબા અને ત્રીજા ક્રમાંકે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોગરા, રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કે જી એલ આર એસ ખડકવાડા, દ્વિતીય ક્રમાંક એ જી એલ આર એસ કીડી ઘોઘાદેવ અને ત્રીજા ક્રમાંકે મોડેલ સ્કૂલ પુનિયાવટ, અર્વાચીન ગરબામાં સંખેડા કસ્તુરબા બાલિકા વિદ્યાલય અને બીજા ક્રમાંકે જી એલ આર એસ મોગરા શાળા આવી હતી. નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૫માં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા રાસની ૪ ટીમો, પ્રાચીન ગરબાની ૧૭ ટીમ અને અર્વાચીન ગરબાની ૨ ટીમે રસ ગરબા રજૂ કર્યા હતા. પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ટુકડીઓને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યો હતો. સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતાઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે. આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના દિપીકાબેન રાણા વિવિધ શાળાના શિક્ષકો સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..