A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

આજના નેતાઓ પ્રજાના નહીં, માત્ર પક્ષના પ્રતિનિધિ બની રહ્યા છે

ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે. પ્રચાર, સભાઓ અને મત માગવાની દોડધામ વચ્ચે એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે શું આજના નેતાઓ ખરેખર પ્રજાના પ્રશ્નોના પ્રતિનિધિ છે કે માત્ર પક્ષના પ્રતિનિધિ બની રહ્યા છે? એક સમય હતો જ્યારે ગામડાંના નેતાઓ પ્રજાના મૂળભૂત પ્રશ્નો જેમ કે પાણી, રસ્તા, વીજળી અને ખેતી માટે સીધી લડત આપતા હતા. પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઉમેદવારો માટે પક્ષની નીતિ અને ગાઇડલાઇન વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેના કારણે પ્રજાના પ્રશ્નો પાછળ રહી જાય છે. કોરોના પછીની પરિસ્થિતિએ પણ સ્થાનિક નેતૃત્વની અસર ઘટાડવામાં ભાગ ભજવ્યો છે. ઘણી જગ્યાએ લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે જરૂરી તત્પરતા અને જવાબદારી જોવા મળતી નથી. આ પરિસ્થિતિમાં સામાન્ય લોકોના પ્રશ્નો અવગણાઈ રહ્યા છે, જે લોકશાહીના મૂળ તત્વ માટે ચિંતાજનક છે. જો નેતાઓ ફરીથી પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા નહીં આપે, તો લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે. અંતે જરૂર છે એવા નેતૃત્વની, જે પક્ષથી ઉપર ઉઠીને પ્રજાના હિતને પ્રથમ સ્થાન આપે.


20260417 172029

Back to top button
error: Content is protected !!