गुजरात
Trending

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં સેવા સદનના સંકલન હોલ ખાતે ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદારો, બી.એલ.ઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃત્તિ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. ઉપસ્થિત સૌએ ઈલેક્શન કમિશનની ફિલ્મો નિહાળી મતદાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. ‘મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ’ થીમ પર આયોજિત ઉજવણી કાર્યક્રમમાં કલેક્ટરશ્રી અનિલ ધામેલીયાએ જણાવ્યું કે, લોક તાંત્રિક પરંપરા અને મુલ્યોને જાળવવાના સહિયારા પ્રયાસમાં ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા વહીવટતંત્ર, અન્ય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સંસ્થાઓની ભૂમિકા રહેલી છે. લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બીએલઓ, સુપવાઈઝરો, શિક્ષકો અને કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સફળ બને છે. બુથ લેવલ ઓફિસર મતદાર યાદીને સચોટ બનાવવા માટે મતદાર યાદી સુધારણા, નામકમી કે ઉમેરવાની કામગીરી અગત્યની ભૂમિકા ભજવે છે. આગામી ચૂંટણીઓમાં વધુ ને વધુ મતદાન થાય એવા સહિયારા પ્રયાસો કરવા તેમજ યુવા મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અપીલ કરી હતી. ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ નિમિત્તે ઈ.જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી ગૌરવ અગ્રવાલ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નાયબ કલેકટરશ્રી પ્રીતેશ પટેલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી આર.બી.ચૌધરી, છોટાઉદેપુર પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, સહિત યુવા મતદારો, એન.સી.સી કેડેટઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!