गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જિલ્લામાં બિનઅધિકૃત રીતે ખનીજ ખનન કરતા વાહનો સીઝ કરાયા

એપ્રિલ માસ દરમિયાન બિનઅધિકૃત ખનન કરતા ૧૪ વાહનો કરાયા સીઝ

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી છોટાઉદેપુરની ક્ષેત્રિય તપાસ ટીમ દ્રારા છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ તાલુકામાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન,વહન,સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે એપ્રિલ મહિના દરમ્યાન પ્રથમ અઠવાડીયામાં સાદીરેતી, ડોલોમાઈટ જેવા ખનીજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ બદલ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાંથી કુલ ૦૩ વાહનો, છોટાઉદેપુર તાલુકામાંથી ૦૩ વાહનો, સંખેડા તાલુકામાંથી ૦૪ વાહનો જેતપુર પાવી તાલુકામાંથી ૦૧ વાહન, નસવાડી તાલુકામાંથી ૦૨ વાહનો તેમજ કવાંટ તાલુકામાંથી ૦૧ વાહન જેમાં ૦૯ ટ્રકો તેમજ ૦૫ ટ્રેક્ટરો મળી કુલ ૧૪ વાહનો ખનીજના બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યા છે. જેમાં વાહનોના માલિકોને નિયમોનુસાર નોટીશ પાઠવી કુલ ૧૩.૪૦ લાખની વસૂલાત કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!