[pj-news-ticker]

A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024अन्य खबरेगुजरातताज़ा खबर

સમાજને નવી દિશા અને પ્રેરણા આપવા મીડિયા મહાનુભાવોની ભૂમિકા અહમ બ્રહ્માકુમારીઝ આયોજિત રાષ્ટ્રીય મીડિયા સંમેલન માઉન્ટ આબુ ખાતે પ્રારંભ

.દેશ-વિદેશના પત્રકારિત્વતા સાથે જોડાયેલા મહાનુભાવોનું શ્રેષ્ઠ સમાજ રચનામાં પોતાના યોગદાન માટે સંગઠિત મંથન

चैनल से जुड़ने के लिए इमेज पर क्लिक करें

.
પ્રસિદ્ધ પ્રેરક વક્તા શિવાની બહેને શિબિરમાં સર્વને અધ્યાત્મ સશક્ત બનવા પ્રેરણા આપી.
આબુ – તા – ૨૪ – ૫ – ૨૦૨૪
અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા દેશનું મહામંથન કરનાર મીડિયા સંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે પ્રારંભ થયેલ છે જેના દેશ-વિદેશના વિવિધ પ્રભુધ્ધ મીડિયા મહાનુભાવો એ પોતાના વિચાર દર્શાવેલ.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય મીડિયાની ભૂમિકા વિશયે આયોજિત સંમેલનમાં સવારની રાજ યોગા શિબિરમાં પોતાનું મનનીય પ્રવચન આપતા શિવાની બેને જણાવેલ કે સમાજને વર્તમાન સમયે જરૂરત છે અધ્યાત્મકતાની જેનું આધાર આત્મસ્મૃતિ,આત્મસદ ગુણો શ્રેષ્ઠ કર્મ અને સકારાત્મક પરિવર્તન છે.
સર્વ માનવ આત્માનો સર્વ ધર્મ શાંતિ પ્રેમ આનંદ જ્ઞાન અને સદભાવ છે જેને પોતાના જીવનમાં સતત આત્મચિંતન દ્વારા બાળ યુવા માનસમાં અને પરિવારોમાં ઈશ્વરીય જ્ઞાનને આધારે મન બુદ્ધિ અને સંસ્કારની શક્તિ દ્વારા સશક્ત કરી શકાશે આ દિશામાં મીડિયા મહાનુભાવોનું કર્તવ્ય અહમ છે માનવ માત્રના સંસ્કાર પરિવર્તન માટે પોતાનામાં અધ્યાત્મજાગૃતિ રાજ યોગા અને શ્રેષ્ઠ સકારાત્મક ચિંતન માટે સમય આપી સંગઠિત કાર્ય સમયની માંગ છે શીવાની બેને બે સત્રમાં પોતાના પ્રવચન બાદ વિશાળ સંગઠનને યોગા અભ્યાસ કરાવેલ ત્યારબાદ દેશભરમાંથી આવેલ વિવિધ મીડિયા અનુભવોએ પોતાના વ્યક્તવ્ય રજૂ કરેલ.
સમારંભમાં વિધાનપત્રકાર આઈ આઈ એમ સી ના પૂર્વ ડાયરેક્ટર પ્રો. સંજય ત્રિવેદી એ જણાવેલ કે આજના રદ જયંતિ છે જેને પ્રસિદ્ધ પત્રકાર તરીકે આપણે માનીએ છીએ આજે જરૂર છે લોક મંગળ ભારતીય કરણ અને સંસ્કૃતિની સ્થાપના માટે પત્રકારત્વ જ્ઞાન સરોવરથી પ્રેરણા મળે છે બ્રહ્માકુમારીઝ મીડિયાના વડા ડો. કરુણાજીએ સર્વપત્રકાર જગતના કાર્યની સરાહના કરી તેનો ઉપયોગ શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કરેલ સમારંભમાં જ્ઞાન સરોવરના વડા સુદેશ દીદી એ આશીર્વચન આપેલ અનેક વિદ્વાન મીડિયા જગતમાં પ્રભુધ્ધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચા કરેલ.
આદિ નૃત્ય કલા ડાન્સ એકેડેમી ના કલાકારોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સંમેલનમાં રજૂ કરવામાં આવેલ તથા મીડિયા જગતના મહાનુભાવો એ બધી વ્યસ્ત તનાવ ભર્યા જીવનમાંથી શાંતિ સકારાત્મકતા અને આત્મશક્તિનો અનુભવ કરી રહેલ છે.

[yop_poll id="10"]
Back to top button
error: Content is protected !!