

ડાંગ
વઘઇ મામલતદાર કચેરીમાં નેટ અને સોફ્ટવેર બંધ થતા ઈકેવાયસી કરવા આવેલા રેશનકાર્ડધારકો અટવાયા હતા.
વઘઇ મામલતદાર કચેરીમાં નેટ અને સોફ્ટવેર બંધ થતા ઈકવાયી કરવા આવેલા રેશનકાર્ડધારકો અટવાયા હતા. ડાંગ જિલ્લા ક્લેકટર હસ્તક આવતા વઘઇ મામલતદાર કચેરીમાં અનાજની દુકાન અનાજની ખરીદી કરતા રેશનકાર્ડ ધારકો વઘઇ મામલતદાર કચેરીનાં પુરવઠા વિભાગમાં ઈકેવાયસી કરવા લાંબી લાઈનો લગાવીને ઊભા હતા. પરિવારના નાના બાળકોથી વૃદ્ધ સુધી દરેક સભ્ય તેમનાં અંગુઠાનું નિશાન આપવા માટે આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મામલતદાર કચેરીનું નેટ તથા સોફવેર ખોટકાઈ ગયું હતું. જેથી રેશનકાર્ડ ધારકોને હેરાન પરેશાન થઈ ગયા હતા. બે કલાક સુધી નેટ બંધ રહ્યું હતું. અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં આવતાં લોકોએ અટવાવાનો વારો આવ્યો હતો. પુરવઠા વિભાગના કર્મચારીઓ દરેક ગામમા આવીને ઈકેવાયસી કરવું જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.








