યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાટિયાવટ શાખા દ્વારા વિત્તીય સમાવેશિતા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરકા અને ખાટિયાવટ ગામના અંદાજે ૨૦૦ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ PMJDY, PM.JJBY, PMSBY, APY યોજનાઓનું વધુમાં વધુ વેચાણ તથા Re-KYC પ્રક્રિયા અંગે જાગૃતિ લાવવાનો છે. કેમ્પ દરમ્યાન યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રિજનલ ઓફિસ, નાણાકીય સમાવેશિતા વિભાગના વડા દ્વારા Re-KYC, ડિજિટલ ફ્રોડ સામેની સાવચેતી, નિષ્ક્રિય/ડોર્મન્ટ ખાતાઓ અને નામની નોંધણીના મહત્વ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. લીડ ડિસ્ટ્રિકટ મેનેજરશ્રી પિનાકિન ભટ્ટ દ્વારા PMJJBY, PMSBY અને APY જેવી સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન PMSBY – ૧૫૦ અરજીઓ, PMJJBY – ૧૦૦ અરજીઓ અને APY માં ૨૫ નોંધણીઓ કરવામાં આવી હતી. સાથે રાઠવા લીલાબેનને PMSBY અંતર્ગત રૂ. ૨ લાખ અને રાઠવા કેશુભાઈને PMJJBY અંતર્ગત રૂ.૨ લાખ નો વીમા દાવો ચુકવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખાટિયાવટ શાખાના મેનેજરશ્રી, ગામના સરપંચશ્રી અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.