અડાજણના પાલ ખાતે રહેતા અને જૈન ઉપકરણનો સામાન વેચતા વેપારીને મંદિરનું માપ લેવાના બહાને ઘરે બોલાવી હનીટ્રેપ કરવામાં આવ્યું હતું. બાદમાં મામલો રફેદફે કરવા ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ આ આરોપી ઓ એ એવુ જણાવ્યુ કે પીઆઈ સાહેબને ખબર પડી ગઈ છે તેથી બીજા ૧૫ લાખ રૂપિયા આપવા પડશે તેમકહીને બીજા ૨ લાખ રૂપિયા મા પતાવટ કરી કુલ ૧૭ લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીએ આ અંગે ગત ૨૯ માર્ચ નાં રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન મા આ ચારે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓ ને બાતમીના આધારે નવસારીના કેવલ ફાર્મ હાઉસ માંથી ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પીઆઈ અને પ્રેસ નું નકલી કાર્ડ પણ મળી આવ્યા હતા. આ ચારેય આરોપીઓ પાસેથી ૧૧ લાખ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી રમેશ ઉર્ફે રામ નાવડિયા ઉ. વ.૪૨, રાહુલ કથીરીયા ઉ. વ.૪૨, માંથા ભગાભાઇ સઈડા ઉ. વ.૩૧, કેતન મગનભાઈ ભાદાણી ઉ. વ.૩૪, તેઓ આ આરોપીઓ દેહવિક્રયનો ધંધો કરતી મહિલાઓ સાથે મળીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને બપોરના સમયે કોઈ પણ બહાને ઘરે બોલાવી બાદમાં તેની ગેંગના માણસો પોલિસ તરીકે ઓળખ આપી પૈસા પડાવતા હતાં.
2,509 Less than a minute