A2Z सभी खबर सभी जिले की

આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના કામોની ડિજિટલ મોનીટરીંગ માટે “ઓરસંગ આદિ વિકાસ ધારા પોર્ટલ” પ્રભારી મંત્રીના હસ્તે લોન્ચ

છોટાઉદેપુર દ્વારા વિકસાવેલ "ઓરસંગ આદિ વિકાસ ધારા પોર્ટલ"નું લોન્ચિંગ

IMG 20260328 WA0102
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના હસ્તે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુર દ્વારા વિકસાવેલ “ઓરસંગ આદિ વિકાસ ધારા પોર્ટલ”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. “ઓરસંગ આદિ વિકાસધારા પોર્ટલ” આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP) હેઠળ ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થતા વિવિધ વિકાસના કામોમાં પારદર્શકતા લાવવા અને ચોક્કસ મોનીટરીંગના હેતુથી વિકસાવ્યું છે. આ વેબ પોર્ટલ “સશક્ત આદિજાતિ, સમૃદ્ધ છોટાઉદેપુર” ના થીમ પાર આધારિત છે. પોર્ટલમાં પ્રાયોજના વહીવટદાર કચેરી, અમલીકરણ કચેરીઓ, માન. સંસદસભ્ય, માન. ધારાસભ્યઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને સામાન્ય જનતા માટે અલગ અલગ ડેશબોર્ડ્સ ઉપલબ્ધ થશે. તેમાં આદિવાસી વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના, બોર્ડર વિલેજ યોજના, ન્યુક્લિયસ બજેટ યોજના જેવી યોજનાઓ હેઠળની કામગીરીની રીઅલ ટાઇમ પ્રગતિ દર્શાવવામાં આવશે. “ઓરસંગ આદિ વિકાસધારા પોર્ટલ” દરેક વર્ષે થતા વિવિધ યોજનાઓના આયોજનમાં પારદર્શકતા અને અસરકારકતા લાવશે. મંજુર થયેલ કામોના પહેલાં અને પછીના GPSફોટા અપલોડ કરવામાં આવશે, જેથી કામની ડુપ્લિકેશન ઘટશે. કામ પૂર્ણતા પ્રમાણ પત્ર (CC) અને ગ્રાન્ટ વપરાશ પ્રમાણ પત્ર (UTC) પણ આ વેબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વધુમાં, અમલીકરણ કચેરીઓ અને પ્રાયોજના વહીવટદાર કચેરી માટે રિવ્યુ મીટિંગ મોડ્યુલ પણ ઉપલબ્ધ થશે, જેમાં અગાઉની રિવ્યુ મીટિંગમાં નક્કી કરેલા લક્ષ્યોની લક્ષ્યાંકોની સમીક્ષા કરવામાં આવશે. ટૂંક સમયમાં, આ પોર્ટલમાં જનપ્રતિનિધિઓ અને સામાન્ય જનતા આગામી વર્ષની આયોજન માટે કામોની ભલામણ કરી શકશે. આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જયંતીભાઈ રાઠવા અને રાજેન્દ્રસિંહ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા સહિતના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
Back to top button
error: Content is protected !!