જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓ સાથે જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેમનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદશ્રી જશુભાઇ રાઠવા, ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધીક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી, ડીઆરડીએના નિયામકશ્રી કે.ડી.ભગત સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.
Like this:
Like Loading...
URL Copied